બાબરી કેસ : પક્ષકાર ઈકબાલ અંસારીએ જીવનું જોખમ હોવાનું કહ્યું,સુરક્ષા વધારાઈ

0
182

અયોધ્યા,તા.૧૫
અયોધ્યામાં ભૂમિ વિવાદ કેસમાં મુખ્ય પક્ષકારોમાંથી એક ઇકબાલ અંસારીએ જણાવ્યું છે કે, તેમની જાન જાખમમાં છે. તેમણે જણાવ્યું કે, હાલ તેમની સાથે મુલાકાત કરવા માટે અનેક લોકો આવે છે, જેમાંથી કેટલાક લોકોને તે ઓળખતા નથી. સરકારે તેમની સુરક્ષા માટે બે પોલીસકર્મી તૈનાત કર્યા છે, પરંતુ તેઓ પૂરતા નથી. તેઓ સતત સરકાર પાસે પોતાની સુરક્ષા વધારવાની માંગ કરતા રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જા તેમની સુરક્ષા અંગે સરકાર કોઇ વ્યવસ્થા કરશે નહિ તો તેઓ ૨૫ નવેમ્બર સુધીમાં અયોધ્યા છોડી દેશે.
ઇકબાલ અંસારીએ જણાવ્યું હતું કે, ૧૯૯૨માં તેમના ઘરને આગ લગાવવામાં આવી હતી. જાકે તેમના પરિવાર વિવાદસ્પદ જગ્યા પર હાજર નહતો. તેઓ તેમની સુરક્ષા સાથે સાથે હિંદુ અને મુસ્લિમોની સુરક્ષાની પણ માંગ કરી રહ્યા છે. જા ૨૫ નવેમ્બર ૧૯૯૨ની જેમ લોકો મોટી સંખ્યામાં અયોધ્યામાં આવી શકે છે માટે સરકારે તેમની અને તેમના મુસ્લિમ ભાઇઓની સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવી જાઇએ.
નોંધનીય છે કે, ૨૫ નવેમ્બરે રામ મંદિરના નિર્માણની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાત કરવા જવાના છે. તેમની સાથે મુંબઇના ડબ્બાવાળા પણ તેમના સાથે જશે જેમના માટે સ્પેશિયલ ટ્રેન પણ બુક કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે વિહિપે પણ આ દિવસે પોતાના એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. શિવસેનાએ વિહિપના કાર્યક્રમને લઇને પોતાની નારાજગી વ્યકત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY