દેશમાં બેરોજગારી-ખેડૂતોના પ્રશ્નો છે ત્યારે આપણે નામ બદલવામાં લાગ્યા છીએ
લખનઉ,તા.૧૫
ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં ઈલાહાબાદ અને ફૈઝાબાદ જિલ્લાનુ નામ બદલ્યુ છે. પાર્ટીના નેતા કેટલાક બીજા શહેરોના નામ બદલવાની માગ કરી રહ્યા છે. આ મુદ્દે ભાજપ સરકાર પર નિશાન સાધતા પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું કે જો નામ બદલવાથી દેશ સોને કી ચિડીયા બનતો હોય તો પછી ૧૨૫ કરોડ લોકોના નામ રામ રાખી દેવા જાઈએ.
દેશમાં બેરોજગારી અને ખેડૂતોનો પ્રશ્ન મોટો છે. નેતાઓ નામ અને મૂર્તિઓની પાછળ પડ્યા છે. ઉત્તર પ્રદેશમાં બેરોજગારીની સમસ્યા ઘણી વધારે છે. યુવા વર્ગ રોજગારીની અછતના કારણે ભટકી રહ્યા છે.
રામ મંદિર વિશે હાર્દિક પટેલે કહ્યું, રામ મંદિર ભાજપ માટે વોટ બેન્કનો મુદ્દો છે. અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો પરંતુ અહીં તેમનુ મંદિર બન્યુ નહીં. ગુજરાતના દરેક ગામ ઘરમાં રામ મંદિર છે. હાર્દિકે સ્પષ્ટ કહ્યું કે ભાજપ મંદિરનો મુદ્દો જાણી જાઈને ઉછાળે છે. RBI વિવાદ, રાફેદ ડીલ, CBI અને બેરોજગારી જેવા મુદ્દા પરથી ધ્યાન ભટકવા માટે ભાજપની પાસે રામ મંદિરનો મુદ્દો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





