સુરત, તા.૧૭
વિજયા દશમી (દશેરા)ના પાવનપર્વે સૂર્યપુત્રી તાપી નદીના તટે આવેલા સૂરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે શ્રી ક્ષત્રિય ખેગાર રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વની શાનદાર ઉજવણી કરવાનું આયોજન સમાજશ્રેષ્ઠીઓ દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે.
કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે તા.૧૮મી ઓક્ટોબર, ૨૦૧૮ ને દશેરા પર્વ નિમિત્તે માંડવીના ખેગાર ફળિયામાં આવેલા માતાજીના મંદિર પટાંગણમાં માતાજીની આરતી, પૂજા સાથે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. આ ઉપરાંત ખેગાર સમાજના બાળ સદસ્યો તથા યુવા મંડળના તરવરીયા યુવાનો દ્વારા અહીં નૃત્ય નાટિકા સહિત તલવારી બાજીના કરતબ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
ત્યાર બાદ સમાજના પદાધિકારીઓ, હોદૃદારો દ્વારા સામાજિક વિકાસના નવા પ્રકલ્પો, કાર્યોની જાણકારી સાથે ખેîગાર સમાજના તમામ સદસ્યોના સૂચનો, માર્ગદર્શન મેળવવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ ખેગાર સમાજની વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ બાદ માંડવી સહિત ગામેગામથી પધારેલા સમાજબંધુઓ માટે સપરિવાર મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ અગ્રણીઓ સર્વશ્રી ઉપેન્દ્રસિંહ હરીસિંહ ખેગાર-પ્રમુખ, જીગન્ેશસિંહ રમેશસિંહ ખેગાર-ઉપપ્રમુખ, ઉપેન્દ્રસિંહ ઠાકોરસિંહ ખેગાર-મંત્રી, ડૉ.મેહૂલસિંહ મુકેશસિંહ ખેગાર-ખજાનચી, દેવેન્દ્રસિંહ ઠાકોરસિંહ ખેગાર-યુવા પ્રમુખ, તથા એડવોકેટ અંકુરસિંહ ગણેશસિંહ ખેîગાર-યુવા ઉપપ્રમુખ તેમની ટીમ સાથે જહેમત ઉઠાવી રહ્ના છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




