બડગામમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ : એક આતંકી ઠાર

0
101

શ્રીનગર,
તા.૨૫/૦૩/૨૦૧૮

અથડામણમાં એક નાગરિક પણ ઘાયલ

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં રવિવાર સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાબળોએ આ અથડામણમાં એક આતંકીને ઠાર કરી દીધો છે. જ્યારે એક નાગરિક ઘાયલ થયાના સમાચાર પણ છે. એનકાઉન્ટર હજુ પણ ચાલુ છે. આપને જણાવી દઇએ કે ખીણમાં સેનાની તરફથી મોટાપાયા પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમ્યાન જ સુરક્ષાબળોએ આ આતંકીઓને ઘેરી લીધા હતા. મૃત્યુ પામેલ આતંકી કયા સંગઠનનો છે તે હજુ જાણી શકાયું નથી. આ રીતે છેલ્લાં ૪ દિવસમાં સિક્્યોરિટી ફોર્સે કાશ્મીરમાં ૮ ટેરરિસ્ટને ઠાર કર્યાં છે.

આપને જણાવી દઇએ કે આ પહેલાં શનિવારના રોજ અનંતનાગમાં પણ સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આનંતનાગ જિલ્લાના ડુરૂ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે શુક્રવાર અને શનિવારની રાત્રે જ અથડામણ ચાલુ હતી. બે આતંકીઓને ઠાર કર્યા બાદ એનકાઉન્ટર ખત્મ થઇ ગયું છે. તેમની પાસે મોટી માત્રામાં વિસ્ફોટક અને હથિયાર મળ્યા છે.

રાજ્યસભામાં ગૃહ મંત્રાલયે લેખિત માહિતી આપતા કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ ૨૦૧૫મા ૨૦૮, વર્ષ ૨૦૧૬મા ૩૨૨ અને ૨૦૧૭ની સાલમાં ૩૪૨ અને ૨૦૧૮ની સાલમાં ૧૧મી માર્ચ સુધીમાં ૬૪ આતંકી હિંસાની ઘટનાઓ નોંધાઇ છે.
ગૃહ મંત્રાલયના મતે ૨૦૧૫ની સાલમાં ૧૭, ૨૦૧૬ની સાલમાં ૧૫, ૨૦૧૭ની સાલમાં ૪૦, અને ૧૧મી માર્ચ ૨૦૧૮ સુધીમાં કુલ ૨ નાગરિકના મોત થયા. જ્યારે આ દરમ્યાન વર્ષ ૨૦૧૫માં ૧૦૮, ૨૦૧૬મા ૧૫૦, ૨૦૧૭ની સાલમાં ૨૧૩ અને ૨૦૧૮ની સાલમાં ૧૧મી માર્ચ સુધીમાં ૨૦ આંતકીને ઠાર કરાયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY