બાદલ પરિવારને નહીં મળે નવી લક્ઝરી કાર, વિત્તમંત્રીએ પ્રસ્તાવને ફગાવી દીધો

0
13

જૂની ટોયોટા લેન્ડ ક્રૂઝરને બદલવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો
ચંડીગઢ,તા.૧૩
પંજાબના વિત્તમંત્રી મનપ્રીત બાદલે પોતાના અંકલ અને પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને પિતરાઈ ભાઈ શિરોમણી અકાલી દળના પ્રધાન સુખબીર સિંહ બાદલ માટે બખ્તરબંધ લક્ઝરી કાર ખરીદવાનો પ્રસ્તાવ નામંજુર કરી દીધો છે.
પંજાબ પોલીસ સુરક્ષા વિંગે બાદલ અને સુખબીર માટે જુની ટોયોટા લેન્ડ ક્રુઝરને બદલવા માટે વિત્ત વિભાગે પ્રસ્તાવ મોકલ્યો હતો. આ સાથે સુખબીર બાદલના સાળા અને પૂર્વ મંત્રી વિક્રમસિંહ મજેઠીયા સહિત ઘણા વીઆઇપીની સુરક્ષા માટે નવા બુલેટપ્રુફ વાહનોની માંગણી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જુના વાહનોની એક વર્ષની સર્વિસ પુરી થઈ ગઈ છે, જેથી તેને બદલાવી દેવા જોઈએ.
નવા બુલેટપ્રુફ વાહનોના રુપમાં ટોયોટા ઇનોવા અને મારુતી જિપ્સીના પ્રસ્તાવ પર ૯ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ હતો. આ સંબંધમાં એક અખબારને મનપ્રતે બાદલે કહ્યુ હતું કે આ પ્રસ્તાવને ફગાવી દીધો છે, કારણ કે બાદલ અને મજેઠીયા પરિવાર ઉત્તર ભારતના સૌથી વધારે અમીર છે અને તે સરકારી સાધનો ઉપર નિર્ભર નથી. તે પોતાના માટે બુલેટપ્રુફ વાહન ખરીદી શકે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY