ચૈત્ર નવરાત્રી-ચેટી ચાંદ અને ગુડી પડવોનો તહેવાર રંગેચંગે ઉજવાયો

0
236

આજથી શરૂ થયેલા ચૈત્ર નવરાત્રી, સિંધીઓના ચેટી ચાંદ અને મહારાષ્ટ્રીયન પરિવારના ગુડી પડવા એમ એક સાથે ત્રણ તહેવારના સંગમના કારણે આજે સુરત ભક્તિમય બની ગયું હતું. સવારથી જ નવરાત્રીની પૂજા માટે માતાજીના મંદિરોમાં ભીડ જોવા મળતી હતી તો સુરતમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ઘરે ગુડી પડવાની ઉજવણી કરી હતી. આજે ચૈત્ર સુદ એકમના રોજ હિન્દુ નવ વિક્રમ સંવત ૨૦૭૫ અને ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થતા જ સુરતના મા અંબે તથા અન્ય મંદિરોમા માતાજીની આરાધના કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. સુરતમાં મોટી સખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવાર વસવાટ કરે છે. આજે મહારાષ્ટ્રીયનનો ગુડી પડવો એટલે નવા વર્ષના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન પરિવારોએ પોતાના ઘરે ગુડી બનાવીને તેની પૂજા કરી હતી. આ ઉપરાંત પરંપરાગત મીઠાઈઓથી મીઠું મોઠું કરીને એક બીજાને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. મહારાષ્ટ્રીયન પરિવારોએ ઘરે ગુડીની પૂજા કરવા સાથે કેટલાક મંડળોએ ભેગા મળીને ગુડી પડવાની ઉજવણી કરી હતી. આ ઉપરાંત આજે ચેટી ચાંદનો પણ તહેવાર હોવાથી શહેરમાં વસતા સિંધી પરિવારો દ્વારા આ તહેવાર અંતર્ગત વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં એક સાથે ત્રણ તહેવારની ઉજવણી થતાં આખુ સુરત ભક્તિમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY