મુંબઈ,તા.૨૭
આયુષમાન ખુરાના અને અન્ય કલાકારોને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિટ ફિલ્મ બધાઇ હોની વાર્તા મારી છે અને ફિલ્મ સર્જકે ચોરી લીધી છે એવો આક્ષેપ છત્તીસગઢના એક પત્રકાર લેખકે કર્યો હતો.
પારિતોષ ચક્રવર્તી નામના પત્રકારે રાયપુરના પંડરી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ આ ફિલ્મની વાર્તા મારી જડ નામની વાર્તા પરથી ઊઠાવવામાં આવી છે અને એ રીતે મારા કોપીરાઇટ્સનો છડેચોક ભંગ કરવામાં આવ્યો છે.પારિતોષે ફિલ્મના સ્ક્રીપ્ટ રાઇટર અને નિર્માતા નિર્દેશકને આ કેસમાં જવાબદાર ગણાવ્યા હતા.
પારિતોષનો સંબંધિત વાર્તા સંગ્રહ આજથી ૧૯ વર્ષ પહેલાં પ્રગટ થઇ ચુકવ્યો હતો. એમાંની એક વાર્તા જડ પરથી બધાઇ હોની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી હતી એવું ફરિયાદમાં જણાવાયું હતું. પંડરી પોલીસના પ્રવક્તાએ આવી ફરિયાદ મળી હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું.
રજૂ થયા બાદ આ ફિલ્મની કમાણી બોક્સ આૅફિસ પર ધડાધડ વધી રહી હતી અને દેશવિદેશમાં થઇને અત્યાર સુધીમાં ૧૦૦ કરોડનો આંક ક્્યારની વટાવી ચૂકી હતી.
પારિતોષે કહ્યું હતું કે આનંદ બજાર ગુ્રપના સુનંદા સાપ્તાહિકમાં મારી વાર્તાનો અનુવાદ પ્રગટ થયો એેના પરથી બધાઇ હો તૈયાર કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




