શ્રમજીવી દંપત્તિની બાળજન્મની ખુશી કલાકોમાં ગમમાં પલ્ટાઇ

0
135

સુરત જિલ્લાના ઓલપાડમાં બે દિવસ અગાઉ શ્રમજીવી મહિલાની ઘરે પ્રસૂતિ થતાં બાળકને જન્મ આપ્યો હતો પણ બાળક રડતો ન હોવાથી પરિવારજનો તેને મૃત સમજ્યા હતા પણ ૧૦૮ કર્મચારીએ નવજાત શિશુને સારવાર આપી સુરત નવી સિવિલમાં દાખલ કર્યો હતો. બાદમાં ૨૪ કલાક બાદ બાળકે દમ તોડયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડ ખાતે રહેતા રવિના ભીલે (ઉ.વ. ૨૦) પતિ સાથે ખેતરમાં મજુરી કામ કરે છે. ગઇ તા. ૧૧મી સવારે રવિનાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. બાદમાં ઘરે પ્રસૂતિ થતા નવજાત બાળકનો જન્મ આપ્યો. જેથી પરિવારમાં ખુશી છવાઇ હતી. પણ નવજાત બાળક રડતો ન હતો. બેભાન જેવી સ્થિતિમાં હલનચલન પણ કરતો ન હતો. જેથી બાળકના જન્મ થવાની ખુશી પલભરમાં ગમમાં ફેરવાઇ ગઇ હતી. પરિવારજનો નવજાત બાળકને મૃત સમજી દફનાવાની વાત પણ કરતા હતા પણ રવિનાના પેટમાં સતત દુ:ખાવો અને પ્રસૂતિ બાદનું લોહી વહેતું હતું. જેથી કોઇએ ૧૦૮ને ફોન કર્યો હતો. જેથી ૧૦૮ ઇ.એમ.ટી. શબ્બીર બેલીમ અને પાયલોટ સુખદેવ રાઠોડ પહોંચી ગયા હતા. ૧૦૮ કર્મચારીએ પૂછ્યું કે, નવજાત બાળક ક્યાં છે? ત્યારે બાળકનું મૃત્યુ થયું છે એવા જવાબ મળતા ઇ.એમ.ટી. શબ્બીરે તરત નવજાત બાળકને સી.પી.આર. આપ્યું હતું એટલે બાળકમાં થોડું હલનચલન થયું હતું. બાળકને ઓક્સિજન આપીને તેને તથા રવિનાને સારવાર આપતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં બાળક રડવા લાગ્યો અને હલચલન પણ કરતો થયો હતો. સિવિલમાં તેને એન.આઇ.સી.યુ.માં સારવાર આપી હતી પણ બાળકનું વજન ખૂબ જ ઓછું હોવાથી ગત બપોરે મોત થયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY