૮ ગાયો ભરીને મહારાષ્ટ્ર જતો ટેમ્પો સોનગઢમાં પકડાયો

0
94

તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવા આરટીઓ પાસે પોલીસે ૮ ગાય ભરીને મહારાષ્ટ્ર તરફ જતો આઈસર ટેમ્પો ઝડપી પાડયો હતો. પોલીસને જોતા ટેમ્પો ચાલક કુદીને ભાગી ગયો હતો. સોનગઢ નવા આરટીઓ નજીક બપોરના સમયે પોલીસે ને.હા.નં.-૫૩ પર મહારાષ્ટ્ર તરફ જતા વાહનોનું ચેકીંગ શરૃ કર્યુ હતું. તે સમયે પુરઝડપે આવેલા આઈસર ટેમ્પો (નં.-જીજે-૧૮-ટી-૨૩૩૧) આવતા પોલીસનું ચેકીંગ જોતા ચાલક ટેમ્પો મુકી ભાગી ગયો હતો. જ્યારે ટેમ્પામાં બેઠેલા નાનુ દેસાભાઈ ભરવાડ (રહે-પાળીયા ગામ, ભરવાડ ફળિયું, તા.વલભીપુર, જિ. ભાવનગર)ને પોલીસે પકડી લીધો હતો. પોલીસે ટેમ્પાની તલાશી લેતા ૮ ગાય ટૂકા દોરડા વડે ખીચોખીચ બાંધી ઘાસચારા કે પાણીની સગવડ ન હતી. મહારાષ્ટ્ર રાજ્ય તરફ લઈ જવાની કે ગાયની હેરાફેરી કરવાના પ્રમાણપત્રો ન મળતા પોલીસે અજાણ્યા ટેમ્પા ચાલક અને નાનુ ભરવાડ વિરુધ્ધ પશુઘાતકીપણાના કાયદા હેઠળ ગુનો નોંધી ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી ૮ ગાયને પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY