જિલ્લામાં તળાવ ઉંડા કરવા, ચેકડેમ-જળાશય ડીસીલ્ટીંગ, વન તળાવ
અને નહેર સફાઇ સહિતના આશરે ૧૬૩ જેટલા કામોનું આયોજન
રાજપીપલા: તા. ૧ લી મે, ૨૦૧૮ થી સમગ્ર માસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનો-ગ્રામજનો, સામાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો વગેરેના સહયોગથી હાથ ધરાનારા સુજલામ સુફલામ જળ સંચયના રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે ગુજરાતના ગૃહ અને ઉર્જા રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તા.૧ લી મે, ૨૦૧૮ ને મંગળવારના રોજ સવારે ૯=૩૦ કલાકે નર્મદા જિલ્લામાં હાથ ધરાનારા આ જળ સંચય અભિયાનનો નાંદોદ તાલુકાના ભદામ ખાતેથીી પ્રારંંભ કરાવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા આયોજન મુજબ તા.૧ લી મે, ૨૦૧૮ થી જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ-જળાશય ડીસીલ્ટીંગ, વન તળાવ, નહેર સફાઇ અને એર-વાલ્વ બદલવા વગેરે જેવી કામગીરી માટેના આશરે ૧૬૩ જેટલા કામોનું આયોજન ગોઠવાયું છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત જુદા જુદા વિભાગ દ્વારા સરકારશ્રીના નિયત ધારાધોરણ મુજબ બનાવવામાં આવેલ એક્શન પ્લાન મુજબની કામગીરી માટે મશીનરી-યુનિટની દેખરેખ માટે તેમજ તેના સતત મોનીટરીંગ માટે સંબંધિત મદદનીશ ઇજનેરશ્રીઓ, અધિક મદદનીશ ઇજનેરશ્રીઓ, તલાટી-ગ્રામસેવકોને જરૂરી સૂચનાઓ પણ અપાઇ છે. તેની સાથોસાથ જિલ્લાકક્ષાએ ૧૯ જેટલા વરિષ્ઠ રાજ્યપત્રિત અધિકારીઓને લાયઝન અધિકારી તરીકેની જવાબદારીઓ પણ સુપ્રત કરવામાં આવી છે.
અત્રે એ નોંધનીય છે કે, નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તેમજ કરજણ સિંચાઇ યોજનાના કાર્યપાલક ઇજનેર એ.એફ. મોતાવરના સીધા સંકલન અને દોરવણી હેઠળ જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચયનું આ અભિયાન હાથ ધરાયું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"