મોદીએ પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા વગર જ છોડી દીધી છે : અજિત સિંહ

0
10

બાગપત,તા.૪
રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અજિત સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અજિત સિંહે એક જાહેરસભાને સંબોધતા કહ્યું હતું વડાપ્રધાન મોદી કિયારેય સત્ય બોલતા નથી. આ સાથે જ તેમણે મોદીના અંગત જીવન પર પણ પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે મોદીએ તો તેમની પત્ની વિશે પણ લોકોને ખોટું કહ્યું છે. મોદીએ છૂટાછેડા આપ્યા વગર જ પોતાની પત્નીને છોડી દીધી છે.
લોકસભા ચૂંટણી પ્રચાર માટે આરએલડી અધ્યક્ષ અજિત સિંહ બાગપત પહોંચ્યા હતા. અહીં હીરોઝ કોલેજમાં તેઓ ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપી-આરએલડી સંગઠનના ઉમેદવારો અને પોતાના પુત્ર જયંત ચૌધરીના સમર્થનમાં એક સભા સંબોધવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ‘એ ખોટું નથી બોલતા… બસ તે આજ સુધીકિયારેય સાચું બોલ્યા જ નથી. બાળકોને સલાહ આપે છે કે સાચુ બોલવું જાઈએ, પરંતુ તેઓ કિયારેય સાચુ બોલતા શીખ્યા નથી.’
તેમણે વડાપ્રધાનની પત્ની પર પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. અજિત સિંહે કહ્યું કે, ‘તેઓ મહિલાઓના પક્ષકાર બનીને ફરે છે. ત્રણ તલાક… ત્રણ તલાક…ની બૂમો પાડે છે પરંતુ પોતાની પત્નીને તો એક પણ વખત તલાક બોલ્યા વગર છોડી દીધી છે.’ અજિત સિંહ પોતાના ભાષણ દરમિયાન સતત વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા રહ્યા હતા. તેમણે કહ્યું કે, મોદીને એવી ઠોકર મારવાની છે કે તે સીધા નાગપુર જઈને પડે, અને ત્યાંથી કિયારેય પાછા ન આવી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY