મુંબઈ,તા.૬
એક અહેવાલ મુજબ, ભારતીય જનતા પાર્ટીએ આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણી જીતવા માટે જારદાર રીતે કમર કસી છે. આ વખતની ચૂંટણીમાં એ અમુક અગ્રગણ્ય બોલીવૂડ સિતારાઓ અને જાણીતી હસ્તીઓને ટિકિટ આપનાર છે.
આમાં માધુરી દીક્ષિત-નેને અને અક્ષય કુમારનો સમાવેશ થાય છે. બંનેને કદાચ ભાજપ મુંબઈમાંથી ચૂંટણીના મેદાનમાં ઉતારે એવી ધારણા છે.
આ ઉપરાંત ભૂતપૂર્વ આક્રમક બેટ્સમેન વિરેન્દર સેહવાગ અને ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનો પણ સમાવેશ થાય છે.
ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી આ સ્ટાર પ્રચારકોની મદદથી શહેરી મતવિસ્તારોમાં પક્ષતરફી વાતાવરણ નિર્માણ કરાવીને જીત નિશ્ચિત કરાવવા માગે છે.
રાજકારણથી બહારના ક્ષેત્રોના, પણ જનતામાં ખાસ્સી એવી લોકપ્રિયતા હાંસલ કરનાર અમુક હસ્તીઓને ૨૦૧૯ની ચૂંટણીમાં ટિકિટ આપવા ભાજપ ગંભીરતાપૂર્વક વિચારે છે. આવા અન્ય નામો છેઃ રવીના ટંડન, અનુપમ ખેર, બપ્પી લાહિરી, ગૌતમ ગંભીર, ભૂતપૂર્વ લશ્કરી પ્રમુખ દલબીર સિંહ સુહાગ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



