બગોદરા-વીરમગામ હાઇવે અને ચોટીલા નજીક ત્રિપલ અકસ્માત, ત્રણનાં મોત

0
8

રાજકોટ/સુરેન્દ્રનગર,તા.૧૮
ભાવનગર- અમદાવાદ મુખ્ય હાઇ વે પર આવેલા બરવાળા તાલુકાના રોજીદ ગામ પાસે આવેલ સુચિત ડેરી પાસે વેગનાર કાર પલ્ટી મારી જતા કારમાં મુસાફરી કરી રહેલા બે યુવાનના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકોને લોહિયાળ ગંભીર ઈજાઓ પહોંચતા બરવાળા ઈમરજન્સી ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા જ બરવાળા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે રાજકોટમાં મોરબી રોડ પર મામાસાહેબ મંદિર પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ચોટીલાના નાની મોલડી ગામ પાસે બે ટેન્કર, એક ટ્રક અને એક એસટી બસ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે અને ૫થી વધુને ઇજા પહોંચી છે.
ચોટીલા પાસે નાની મોલડી ગામે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં બે ટેન્કર, એક ટ્રક અને એક એસટી બસ વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ પલ્ટી મારી પાસે જ આવેલા નાલા પાસે અટકી ગઇ હતી. જા એસટી બસ નાલામાં પડી હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ હતી. અકસ્માતને લઇને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
બરવાળા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર બરવાળા-ધંધુકા હાઈવે ઉપર રોજીદ ગામ પાસે આવેલી સુચિ ડેરી નજીક લાખીયાણી ગામથી અમદાવાદ તરફ જઈ રહેલી વેગેનાર કાર નં. જી.જે.૧૮ એ.બી. ૯૯૦૬ના ચાલક દ્વારા સિતરિયાંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી મારી જતા રોડ નીચે ખાળીયામાં ઉત્તરી જતા કારમાં સવાર ભગીરથસિંહ જીલુભાઈ પરમાર (ઉ.વ.૨૫, લાખીયાળી), અશોકભાઈ નવજીભાઈ ડોડીયા (ઉ.વ.૩૫) રહે. પહાડીયા (ચિતરીયા) સાંબરકાંઠાને લોહિયાળ ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કમાકમાટીભર્યુ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં અન્ય મુસાફરી કરી રહેલા કરણભાઈ જારૂભાઈ ડોડીયા (ઉ.વ.૨૫, લાખીયાણી), રાજુભાઈ પ્રભાતભાઈ ડોડીયા (ઉ.વ.૩૫) રહે. લાખીયાણીને ગંભીર ઈજાઓ પહોંચતા બરવાળા ઈમરજન્સી ૧૦૮ના ઈએમટી રામદેવસિંહ ગોહિલ તેમજ પાયલોટ પરેશભાઈ દુલેરા દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકાની આર.એમ.એસ.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવના બન્ને મૃતક યુવાનોના પી.એમ. બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યા હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY