દહેરાદૂન,તા.૧૮
હરિયાણાના રેવાડી ગેંગરેપ કેસના આરોપીઓને પોલીસ શોધી રહી છે ત્યાં ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનની એક બોર્ડિગ સ્કુલમાં પણ સગીર વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે ચાર આરોપી વિદ્યાર્થીઓ સહિત ૯ લોકોની ધરપકડ કરી છે.
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ખરેખર ઘટના એક મહિના પહેલા ઓગસ્ટમાં બની હતી. જેની જાણ થતા પોલીસે આરોપીઓ, હોસ્ટેલની આયા અને શાળાના કર્મચારીઓ સહિત ૯ લોકોની ધરપકડ કરી હતી. તેમના મુજબ ચાર આરોપીઓ સાથે પીડિતા પણ સગીર વયની છે તેમની ઉમર ૧૬થી ૧૮ વર્ષની છે. પોલીસે આ મામલે શાળા નિયામક, આયાર્ય, વહીવટી અધિકારી અને તેમની પત્ની તથા હોસ્ટેલની એક મહિલા સફાઇ કામદારની ધરપકડ કરી હતી.
સોળ વર્ષિય પીડિતા દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તે ગર્ભવતી બનતા એ જ બોડીગ સ્કુલમાં ભણતી પીડિતાની મોટી બહેને તેમના એક સંબંધીને આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ તેમણે પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને મળેલી માહિતી મુજબ આ ઘટના ગત મહિનાની ૧૪મી તારીખની છે.
પીડિતાની મોટી બહેને આ ઘટનાની જાણ હોસ્ટેલની આયાથી માંડીને શાળાના નિયામક અને બધા જ અધિકારીઓને કરી હતી. પરંતુ બધાએ આ વાત કોઇને ન કરવાનું કહીને તેની ફરિયાદ નોંધાવા પર શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




