બહાઈ ધર્મના અનુનાઈઓ દ્રારા આજે બહાઈ ધર્મનું નવું વર્ષની ઉજવણી કરી હતી

0
110

ભરૂચ,
૨૧/૦૩/૨૦૧૮

આખા વિશ્વમાં વસતા બહાઈ ધર્મના લોકો દ્રારા આજ રોજ બહાઈ ધર્મનું નવાવર્ષની ઉજવણી કરવામાં આવે છે.બહાઈ ધર્મના સ્થાપક ભગવાન બહાઉલ્લાહ એ ઈ.સ ૧૮૬૩ માં બહાઈ ધર્મની સ્થાપના કરેલ અને બહાઈ ધર્મમાં ૧ વર્ષમાં ૧૯ મહિનાઓ હોય છે.અને ૧૯ દિવસનો એક મહિનો અને ૧૯ માં મહિને બહાઈ ધર્મના લોકો ઉપવાસ કરતા હોય છે.અને ૨૧ મી માર્ચે તેવોનું નવું વર્ષ કહેવામાં આવે છે.આ દિવસે આખા વિશ્વમાં બહાઈ ધર્મના અનુન્યાયીઓ એક બીજાના ઘરે ભેગા થઈને નવા વર્ષની ઉજવણી કરતાં હોય છે.જેના ભાગ રૂપે આજ રોજ ભરૂચમાં પણ બહાઈ ધર્મના લોકોએ ભરૂચના નર્મદાનગરમાં આવેલ જલધારા સોસાયટીમાં રહેતાં પ્રકાશ દાંડીવાલાના ત્યાં ભેગા થઈને બહાઈ નવાવર્ષની ઉજવણી કરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY