ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ભીમા કોરેગાંવમાં રેલી દરમિયાન થયેલ હિંસા મુદ્દે ધરણાં : આરોપીઓ સામે ફાંસીની માંગ

0
210

ભરૂચ:

આજરોજ ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે  સવારે ૧૦ થી બપોરે બે વાગ્યા સુધી અહિંસક ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ૧લી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ મહારાષ્ટ્રનાં ભીમા કોરેગાંવમાં ક્રાંતિ શોર્ય દિવસની ઉજવણીની રેલી દરમિયાન હિંસક અથડામણ થતા એક મુળનિવાસી વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઘાયલ થયા હતા. આ હિંસક અથડામણમાં મુખ્ય સુત્રધાર તરીકે ત્રણ નામ આવ્યા હતા જેથી બહુજન સમાજના આશરે સાઈઠ જેટલા સંગઠનો એ આ બાબતે સમગ્ર ગુજરાતમાં ધરણાંનું આયોજન કર્યું હતું જેના ભાગરૂપે આ ત્રણ આરોપીઓને ફાંસીની સજા થાય આપવાની જલદ માંગ પણ ઉઠાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY