ન્યુ દિલ્હી,તા.૧૯
એરસેલ મેક્સિસ કેસ: સીબીઆઈની ચાર્જશીટમાં પી. ચિદમ્બરમનું નામ આરોપી તરીકે સામેલ
એરસેલ મેક્સિસ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં પૂરક ચાર્જશીટ ફાઇલ કરી છે. ૧૮ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે જેમાં પી. ચિદંબરમ અને તેના પુત્ર કાર્તિ ચિદંબરમનું નામ સામેલ છે.
નોંધનિય છે કે, ચિદંબરમને પહેલેથી જ આરોપી બનાવવામાં આવ્યો છે. આ મામલે કોર્ટે ૩૧ જુલાઇએ સુનવણી કરશે. તેમના પર આરોપ છે કે, તેમણે કથિત રીતે એરસેલ મેક્સિસને મંજુરી આપવા માટે આર્થીક મામલાની મંત્રીમંડળીય સમિતિની ભલામણોને નજરઅંદાજ કરી દીધી હતી. આ મામલે ચિદંબરમ પર પદનો દૂરઉપયોગ કરવાનો આરોપ છે. આ મામલે ઘણીવાર ચિદંબરમની પુછપરછ કરી ચૂક્યું છે.
આ અગાઉ એ જે ચાર્જશીટ દાખલ કરી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે, એરસેલે ૨૦૦૬માં ૩૫૦૦ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ વિદેશી રોકાણને લાવવાની મંજુરી માંગી હતી પરંતુ તત્કાલિન નાણાંમંત્રી ચિદંબરમના નાણાં મંત્રાલયે આ આંકડાઓને ઓછા કરીને દર્શાવ્યા હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





