છકડો રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત

0
6

વેરાવળ,તા.૩૦
ગીરસોમનાથના ભેટાળી ગામ પાસે પૂરઝડપે પસાર થતા છકડો રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવાનને સમયસર સારવાર નહીં મળતા તેનું મોત થયાનો આક્ષેપ લોકોએ કર્યો હતો.
પ્રાપ્ત માહીતી અનુસાર વેરાવળના ભેટાળી ગામ પાસેથી પૂરઝડપે પસાર થતા છકટો રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે એકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો હતો. જયાં તેનું મોત થયું હતું.
ગંભીર રીતે ઘવાયેલા યુવાનને આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો ત્યારે તબીબ હાજર નહીં હોવાથી સમયસર સારવાર નહીં મળતા તેનું મોત થયાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. તબીબ ઘરે ગયા હતા અને બનાવની જાણ થયાના દોઢ કલાક બાદ આરોગ્ય કેન્દ્ર આવ્યા હોવાનું જાણવા મળે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY