બજારમાં ૧૪૦૦૦ કરોડના આઈપીઓ ટૂંકમાં જ લોન્ચ

0
843

નવીદિલ્હી,તા. ૧૫
આઇપીઓ બજારમાં જારદાર તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. ૧૪૦૦૦ કરોડના આઈપીઓને લઇને દલાલસ્ટ્રીટ તૈયાર છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, લોધા ડેવલપર્સ સહિત ઓછામાં ઓછી સાત કંપનીઓ આગામી સપ્તાહમાં મૂડી માર્કેટમાં આઈપીઓ સાથે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સૌથી પહેલા ટીસીએનએસ ક્લોથિંગ દ્વારા ૧૧૨૫ કરોડના આઈપીઓની શરૂઆત કરવામાં આવનાર છે. અન્ય જે છ કંપનીઓ આઈપીઓ લાવવા માટેની તૈયારી કરી ચુકી છે તેમાં લોધા ડેવલપર્સ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નેકાંતિ સી ફુડ્‌સ, ફ્લેમિંગો ટ્રાવેલ, પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીનિયસ કન્સલટન્સનો સમાવેશ થાય છે. મર્ચંટ બેંકિંગ સોર્સના કહેવા મુજબ આગામી સપ્તાહમાં આ તમામ કંપનીઓ દ્વારા તેમના સંબંધિત આઈપીઓ લાવવામાં આવનાર છે. એકંદરે સાત કંપનીઓ ૧૪૦૦૦ કરોડથી વધુના આઈપીઓ લાવનાર છે. આ આઈપીઓ મારફતે બિઝનેસને ફેલાવવામાં આવશે. લોનની ફેર ચુકવણી કરવામાં આવશે. સાથે સાથે વ‹કગ કેપિટલની જરૂરિયાતો ઉભી કરવામાં આવશે. રિયાલીટીની મહાકાય કંપની લોધા ડેવલપર્સ તેના આઈપીઓ મારફતે ૫૫૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે જેમાં ૩૭૫૦ કરોડ રૂપિયાની કિંમતના નવેસરના શેરનો સમાવેસ થાય છે. પ્રમોટરો દ્વારા ૧.૮ કરોડ શેરનું વેચાણ કરવા માટે ઓફર કરવામાં આવશે. એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની જે દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ તરીકે છે તેના દ્વારા ૩૫૦૦ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવનાર છે. ફંડ હાઉસના આઈપીઓ માટેના ડ્રાફ્ટ પેપરમાં ૨.૫૪ કરોડ ઇક્વટી શેરનો સમાવેશ થાય છે. એચડીએફસી દ્વારા ૮૫.૯૨ લાખના શેરનું વેચાણ કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ લાઇફ દ્વારા ૧.૬૮ કરોડ શેરનું વેચાણ કરવામાં આવનાર છે. આવી જ રીતે ટ્રાવેલ રિટેલ ઓપરેટર ફ્લેમિંગો દ્વારા ૨૪૨૩ કરોડ રૂપિયાના શેર ઇશ્યુ કરવામાં આવશે. ૧૧૨૯૫૦૦ શેરના વેચાણ માટે ઓફર કરવામાં આવશે.
ફ્લેમિંગો બ્યુટી ફ્રી શોપ મુંબઈ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શેરનું વેચાણ કરવામાં આવશે. કંપની આઈપીઓ દ્વારા ૨૬૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા ઇચ્છુક છે. આઈપીઓ બજારમાં આગામી દિવસોમાં જારદાર તેજી રહી શકે છે. પટેલ ઇન્ફ્રા દ્વારા ૪૦૦ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવનાર છે. આઈપીઓ માર્કેટમાં રસ ધરાવનાર રોકાણકારો માટે જારદાર સુવર્ણ તક રહેલી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY