તંત્ર ઘોર નિંદ્રામાં…!! બાળ સંરક્ષણ ગૃહમાંથી ૭ બાળકો ગ્રીલ તોડીને ભાગ્યા

0
11

અમદાવાદ,તા.૨૬
અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી સાત બાળકો ભાગી ગયા હોવાની ઘટના બની છે. ૧૧થી ૧૪ વર્ષની ઉંમરના સાત બાળકો એકસાથે ભાગી જતા સમગ્ર તંત્ર ની ઉંઘ હરામ થઇ ગઇ છે. ત્રણ દિવસ પહેલા સાત બાળકો ભાગી જતા તેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, હાલ પોલીસ તમામ બાળકોને શોધવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સોલા વિસ્તારમાં આવેલા સંરક્ષણ ગૃહમાંથી એકસાથે ૭ બાળકો ભાગી જતા તંત્ર હરકતમાં આવી ગયું છે, હાલ તંત્ર પર અનેક વેધક સવાલો ઉભા થયા છે. ૩ દિવસ પહેલા આ બાળકો બારીના ગ્રીલ તોડીને ફરાર થયા હતા. જ્યારે બીજી બાજુ સંરક્ષણ ગૃહના અધિકારી બાળકો ગુમ થવા અંગેની પુષ્ટી કરતા નથી. આ ઘટનામાં પોલીસને આ ઘટનાની જાણ થતા સંરક્ષણ ગ્રુપમાં પહોંચી હતી અને બાળકો સાથે રહેતા મિત્રો અને કેયર ટેકરની પુછપરછ કરી હતી.
હાલ પોલીસે આ બનાવ સંદર્ભે રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ, સહિત વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે બાળ સંરક્ષણ ગૃહમાંથી અગાઉ પણ બાળકો ભાગી ગયા હોય તેવા બનાવ અમદાવાદમાં બન્યા છે. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક બાળકોને શોધવા માટે ટીમ બનાવી કામગીરી હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY