ડિજિટલ પ્લેટફોર્મે રાતોરાત પરિસ્થિતિ બદલી નાખી : ડાયના પેન્ટી

0
10

મુંબઈ,તા.૨૬
હોનહાર અભિનેત્રી ડાયના પેન્ટીએ કહ્યું હતું કે આવનારો સમય ડિજિટલ પ્લેટફોર્મનો હશે. આ પ્લેટફોર્મ વિશ્વવ્યાપી છે. તમે એના પર ચમકો એટલે રાતોરાત સમગ્ર દુનિયાને તમારો ચહેરો પરિચિત થઇ જાય.
આ વરસે ડાયના બે ફિલ્મોમાં ચમકી હતી. બંને ફિલ્મો હિટ ગણાઇ હતી- જ્હાન અબ્રાહમની પરમાણુ અને હેપ્પી ફિર ભાગ જાયેગી. ડાયનાએ કહ્યું કે ડિજિટલ પ્લેટફોર્મે રાતોરાત પરિસ્થિતિ બદલી નાખી. હું હવે ડિજિટલને વધુ મહત્વ આપતી થઇ ગઇ છું.
એણે સૈફ અલી ખાન અને નવાઝુદ્દી સિદ્દીકી સાથે સેક્રેડ ગેમ્સ વેબ સિરિઝ કરી હતી જે નેટફ્લીક્સ દ્વારા પ્રસ્તુત કરાઇ હતી. આ વેબ સિરિઝ સુપરહિટ નીવડી હતી. હાલ એની બીજી સીઝનની તૈયારી થઇ રહી હોવાની જાહેરાત ચોવીસ કલાક પહેલાંજ થઇ હતી.
ફેન્ટમ ફિલ્મ્સના એક સમયના ભાગીદારો વચ્ચેની ખેંચતાણને ધ્યાનમાં લીધા વિના નેટફ્લીક્સે સેક્રેડ ગેમ્સ ટુની ઔપચારિક જાહેરાત કરી દીધી હતી. ડાયનાએ કહ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ એજ હવે ભવિષ્ય છે. તમે ડિજિટલ પર તમારી કૃતિ રજૂ કરો એ સાથે સમગ્ર વિશ્વ તમારું ઓડિયન્સ બની જાય છે. આ કોઇ એક દેશ કે ભાષા પૂરતું મર્યાદિત ક્ષેત્રે રહેતું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY