વડોદરા,તા.૨૯
વડોદરામાં એક ઘાતકી બનાવ સામે આવ્યો છે. પત્નીના આડા સંબંધની શંકા રાખીને પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. જવાહરનગર પોલીસે હત્યારા પતિ દિલીપની ધરપકડ કરી લીધી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના જવાહરનગર વિસ્તારમાં આવેલા ગંગાનગર કેનાલની બાજુમાં આવેલા શ્રીરામનગરમાં આ ઘટના ઘટી છે. પતિ દિલીપે તેની પત્ની રેખાને લાકડાના દંડાથી માથામાં મારતા મોત નીરજ્યું છે. પતિને પત્નીના આડા સંબંધો ખટકચા હતાં. આ અંગે તેમની વચ્ચે ઘણીવાર બોલાચાલી પણ થતી હતી. આખરે પતિએ ગઇકાલે પત્ની રેખાની હત્યા કરી લીધી છે.
આ ઘટાનાની જાણ થતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. વાયુવેગે આ સમાચાર ફેલાતા લોકોના ટોળે ટોળા ત્યાં આવી રહ્યાં હતાં. પહેલા તો આરોપી પતિ દિલીપ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પરંતુ ગણતરીના કલાકોમાં જવાહરનગર પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લેવામાં આવી હતી. થોડા દિવસો પહેલા પણ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દંપતી વચ્ચે વારંવાર થતા ગૃહક્લેશના પગલે વહેલી સવારે ઉશ્કેરાયેલા પતિએ નિદ્રાધીન પત્નીના માથામાં પાવડાના ફટકા મારી તેની હત્યા કરી હતી. હત્યા બાદ તે સંતાનોની નજર સામે પલાયન થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




