એક પિતાએ પોતાની જ સગીર દીકરીની ફેસબુક પર કરી હરાજી!!

0
13

જમૈકા,તા.૨૫
એક વ્યક્તિએ પોતાની ૧૭ વર્ષની નાબાલિક દીકરીની દુલ્હન તરીકે બોલી લગાવડાવી. આ લીલામીને તેણે સોશિયલ નેટવ‹કગ સાઈટ ફેસબુક પર પોસ્ટ કરી. આ બોલીમાં પાંચ લોકોએ ભાગ લીધો, જેમાંથી એક વિસ્તારના ડેપ્યૂટી જનરલ હતા. મળતી માહિતી અનુસાર, પોસ્ટ વાયરલ થયા બાદ માનવાધિકાર કાર્યકર્તાઓએ ફેસબુકની નિંદા કરી હતી. જણાવી દઈએ કે, આ ઘટના દક્ષિણ સૂડાનની છે. અહીં એક વ્યક્તિ જેની આઠ પત્નીઓ હતી, તેણે લીલામી જીતી અને છોકરીના પિતાને ૫૦૦ ગાય, ૨ લક્ઝરી કાર, ૨ બાઈક, ૧ બોટ, મોબાઈલ ફોન્સ અને ૧૦૦૦૦ ડાલર કેસ આપ્યા હતા.
આફ્રિકન ફેમિનિઝમ (આફ્રિકાની મહિલાઓ માટે કામ કરતી સંસ્થા)એ એક ટ્વિટ કરી કહ્યું હતુ કે, દક્ષિણી સૂડાનની એક ૧૭ વર્ષીય છોકરીની ફેસબુક પર સૌથી વધુ બોલી લગાવનાર એક વેપારીને તે છોકરી લગ્ન માટે નવેમ્બરમાં વેચવામાં આવી છે. બોલી લગાવનારાઓમાં ૫ લોકો સામેલ હતા, જેમાં સૂડાનના એક વરિષ્ઠ સરકારી અધિકારી પણ હતા.
ફિલિપ્સ અનયામંગ એનગોંગ નામના માનવાધિકાર વકિલે છોકરીની લીલામી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને તેમાં સફળતા મળી નહોતી. આથી, તેણે લોકોને આ મામલા પ્રત્યે અવાજ ઉઠાવવા માટે એક થવાનુ આહ્વાન કર્યુ છે. તેણે આ રીતે છોકરીની લીલામીને આધુનિક યુગની દાસ પ્રથા ગણાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY