ચોરીના ગુનમાં ઝડપાયેલી મહિલા સબજેલના નળિયા ખસેડી દોઢ વર્ષની પુત્રી સાથે ફરાર

0
12

ઉના,તા.૨૫
ઉના શહેરમાં ૪ દિવસ પહેલાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલી મહિલા સબજેલના રૂમના નળીયા ખસેડી પોતાની પુત્રી સાથે નાસી જતાં પોલીસે તેને પકડવા સમગ્ર જિલ્લામાં ચક્રો ગતિમાન કર્યા છે.
ઉના શહેરમાં ૪ દિવસ પહેલાં તળાવ કાંઠા પાસે તાલુકા પંચાયતના ક્વાર્ટરમાં ખેતીવાડીની કચેરીની ઓફિસ આવેલી છે. આ ઓફિસના તાળા તોડી તસ્કરો લેપટોપ સહિત રૂ. ૫૦ હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. આથી પીએસઆઇ રાજ્યગુરૂએ બનાવની તપાસ હાથ ધરી શહેરના રામનગર ખારા વિસ્તારમાં રહેતી દિવ્યા ઉર્ફે ભારતી મનોજ સોલંકી નામની મહિલાને ઝડપી લીધી હતી. તેની પૂછપરછ બાદ ઉના કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આ મહિલાનાં જામીન નામંજૂર કર્યા હતા. અને તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં જેલહવાલે કરી હતી. તેને ઉના કોર્ટ વિસ્તારમાં આવેલી સબજેલમાં એકથી દોઢ વર્ષની પુત્રી સાથે રખાઇ હતી. રાત્રિ દરમ્યાન તે જેલમાં જ્યાં રખાઇ હતી એ રૂમનાં નળિયાં ખસેડી પોતાની પુત્રી સાથે નાસી ગઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY