પાક.ની નાપાક હરકત : ૧૬ ભારતીય માછીમારોનું અપહરણ કર્યું

0
183

ન્યુ દિલ્હી,તા.૨૪
પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી દ્વારા ૧૬ ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીએ આ વાતની પુષ્ટી કરી છે.
ભારત અને પાકિસ્તાનની જળસીમા પર અવાર-નવાર આવી ઘટનાઓ બને છે અને પાકિસ્તાન મરીન સિક્્યોરિટી ભારતીય જળસીમામાં માછીમારી કરતા માછીમારોને ઉપાડી જાય છે અને આ માછીમારો વર્ષો સુંધી પાકિસ્તાનની જેલમાં સબડે છે.
પાકિસ્તાની એજન્સીએ એવો આરોપ લગાવ્યો છે કે, ભારતીય માછીમારે પાકિસ્તાનની જળસીમામાં આવીને માછીમારી કરે છે અને આંતરરાષ્ટ્રીય જળસીમાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. પકડાયેલા માછીમારોને પોલીસના હવાલે કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કઇ જળસીમા ભારતની છે અને કઇ જળસીમા પાકિસ્તાનની છે એ નક્કી કરવુ મુશ્કેલ છે. આથી નિયમિત રીતે ભારત પાકિસ્તાનનાં માછીમારો પકડે છે, તો પાકિસ્તાન ભારતના માછીમારોને પકડે છે.
જે માછીમારો પાકિસ્તાનની જેલમાં રહે છે તેમના પરિવારની હાલત દયનીય બની જાય છે. કેમ કે, ઘરમાં કમાનાર વ્યક્તિ માછીમારી કરવા ગયો હોય છે અને તે જ પકડાઇને જેલમાં જાય છે ત્યારે ઘરે કમાનાર કોઇ રહેતું નથી અને પરિવાર કફોડી સ્થિતિમાં મુકાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY