સિલિગુડી,તા.૭
પશ્ચિમ બંગાળમાં બ્રિજ પડવાની ઘટનાઓ યથાવત છે. પહેલાં રાજધાની કોલકાતામાં પુલ પડવાની દુર્ઘટના ઘટી અને હવે શુક્રવારે સિલિગુડીમાં પણ નદી પર બનેલો એક પુલ પડી ગયો છે. વર્ષ ૨૦૧૩ પછી શહેરમાં પુલ પડવાની આ ત્રીજી ઘટના છે. મંગળવારે જ પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં એક ફ્લાઇઓવર ધરાશાયી થઈ ગયો હતો. દક્ષિણ કોલકાતામાં ડાયમંડ હાર્બર રોડ પર બનેલો લગભગ ૫૦ વર્ષ જૂનો માજેરહાટ પુલનો એક ભાગ મંગળવારે સાંજે પડી ગયો હતો. આ ઘટનામાં ૩ લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે અનેક વાહનો દુર્ઘટનાની ઝપેટમાં આવી હતી.
શુક્રવારે સિલિગુડીમાં પિછલા નદી પર બનેલો એક પુલ ધરાશાયી થઈ ગયો. આ પુલ રખલગંજ અને માનગંજને જાડે છે. જે દરમિયાન પુલ પડ્યો તે સમયે તેના પર વાહનો પસાર થઈ રહ્યાં હતા. તસવીરમાં પણ જાવા મળે છે કે પુલ પડવાથી ગાડીઓ ત્યાં ફસાઈ ગઈ છે.
બીજી બાજુ શુક્રવારે મમતા બેનર્જીએ જાણાવ્યું હતું કે, “લોક નિર્માણ વિભાગના ચીફ એન્જિનિયરને આ ઘટનાની પ્રારંભિક તપાસ સોપવામાં આવી છે. જેમાં સામે આવ્યું છે કે, મેટ્રો નિર્માણ કાર્યના કારણે આ પુલને નુકશાન પહોચ્યું હતું.
તેઓએ વધુંમાં કહ્યું, “આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેઓ વિરુધ સખ્ત કાર્યવાહી કર વમ આવશે. કોઈને પણ છોડવામાં આવશે નહી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





