સિદ્ધગંગા મઠનાં ૧૧૧ વર્ષનાં મહંત શિવકુમાર સ્વામીજીનું નિધન

0
8

વડાપ્રધાન મોદી તેમને ગૂરુ માનતા હતા,રવિવાર રાતથી તેઓ વેન્ટિલેટર પર રખાયા હતા
રાજ્યમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો
બેંગ્લોર,તા.૨૧
સિદ્ધગંગા મઠનાં ૧૧૧ વર્ષનાં મહંત શિવકુમાર સ્વામીજીનું સોમવારે બપોરે નિધન થયું છે. તે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને હવે તબિયત વધુ ખરાબ થઇ ગઈ હતી, પરંતુ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના મૃત્યુ પછી મઠમાં સ્વામીજીના ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે મોદી તેમને ગૂરૂ માનતા હતા.
પાછળનાં બે મહિનાથી તબિયત ખરાબ જ રહેતી હતી. તેમને રવિવાર રાતથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના શરીરમાં પ્રોટીનનું સ્તર અને બ્લડ પ્રેશર ખૂબ ઓછુ થઈ ગયું હતું.
ત્યાં બીજેપીનાં રાજ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગૌડા અને બીજેપી સંસદ શોભા કરંદલાજેએ પોતાના નિર્ધારિત કાર્યક્રમોને રદ કરી દીધા અને સિદ્ધાગંગા મઠ પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર, વીઆઈપીને આવવા માટે મઠ અને તેની આસપાસના વિસ્તારમાં હેલીપેડ બનાવવામાં આવ્યા છે. મઠની પાસે વધારે ભીડ એકઠી ન થાય એ માટે એન.એચ. ૪૮થી જાડાયેલા ઘણા રસ્તાઓ પર ટ્રાફિકને ડાયર્વર્ટ કરવામાં આવી છે.
કર્ણાટકના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વામીજીનાં નિધન પર રાજ્યમાં ત્રણ દિવસનો રાજકીય શોક રાખવામાં આવશે. આ ઉપરાંત મંગળવારે તમામ શાળા, કોલેજા, અને સરકારી ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY