સુરત,તા.૨૧
અઠવાલાઈન્સસ્થિત નવી કોર્ટ બિલ્ડિંગમાં ચાલી રહેલી કોર્ટની કાર્યવાહી દરમિયાન અજાણ્યો શખ્સ છેતરપિંડીના કેસના અસલ કાગળો ચોરી કરી ભાગી ગયો હતો. રાંદેર પોલીસમાં વર્ષ ૨૦૦૪માં નોંધાયેલા કેસની કાર્યવાહી ચાલુ હતી, તે દરમિયાન અજાણ્યો ઇસમો કેસનાં કાગળો ચોરી કરી ભાગી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા ન્યાયાલયમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ મોહનલાલ દેસાઈએ ઉક્ત મામલે ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસ મથકમાં તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૧૧મીએ બપોરે દોઢથી બે વાગ્યાના અરસામાં નવી કોર્ટ બિલ્ડિંગના નવમા માળે રૃમ નં. ૯૦૨માં કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. દરમિયાન એ.પી.પી. સુનિલ વી. પટેલની નજર ચૂકવી ફોજદારી કેસના અસલ કાગળો કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો.
વર્ષ ૨૦૦૪માં રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાના આ અસલ કાગળો હતા. તપાસ અધિકારીની જુબાની બાદ વાંચીને આ કાગળો ટેબલ પર મુકાયા હતા. દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ આ કાગળો ચોરી કરી પલાયન થઈ ગયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, કોર્ટની કાર્યવાહી કેસના કાગળો ચોરી ભાગેલો અજાણ્યો ઇસમ સીસીટીવી કેમેરમાં દેખાય છે. જાકે, હજી સુધી તેની ઓળખ થઈ શકી નથી. બનાવ અંગે ઉમરા પોલીસ મથકના પીએસઆઈ આર.કે. દેસાઈ તપાસ કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



