ન્યુ દિલ્હી,તા.૭
સરકાર બેંકો અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવશે. તે અંતર્ગત હવે સરકાર ઇમ્ૈં પાસે બેંકો વિશેના કેપિટલ નોર્મ્સમાં અનિવાર્ય રીતે છૂટછાટ આપે તેવી રજૂઆત સરકાર દ્વારા કરવામાં આવશે. આ મૂડીથી બેંકોના રૂ. ૬૦,૦૦૦ કરોડ છૂટા થાય તે માટે સરકાર દ્વારા ઇમ્ૈં સાથે વાટાઘાટો ચલાવવામાં આવશે. સરકાર આ માટે ઓછાં કડક એવા બાજલ ૩ નોર્મ્સને અપનાવવા માટે સુઝાવ આપી શકે છે.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જા એવું થશે તો સરકારી બેંકોના કુલ ૬૦,૦૦૦ કરોડ ફ્રી થઈ જશે. જેનો ઉપયોગ કરજ દેવા માટે કરી શકાશે.
એનાથી અર્થતંત્રની ગતિને ઝડપી કરવામાં મદદ મળશે. નબળી બેંકોની શક્તિ વધશે અને સરકારને તેને પોતાના તરફથી મૂડી દેવી નહિં પડે. આ વિશે નાણાં મંત્રાલય અને નીતિ આયોગના સંબંધિત પક્ષકારોની સાથે પહેલા જ વાત થઈ ગઈ છે.
નીતિ આયોગના ચેરમેન રાજીવકુમારે જણાવ્યું હતું કે બાજલ ૩ નોર્મ્સથી વધું કેપિટલની જરૂરિયાત નથી. કારણકે દેશના ૭૦ ટકા બેંકિંગ સિસ્ટમની માલિકી સરકારની છે. એનો અર્થ એ છે કે બેંકિંગ સેક્ટરના આટલા મોટાં હિસ્સાને સરકારની ગેરન્ટી પ્રાપ્ત છે. રાજીવકુમારે કહ્યું કે એની સાથે ડિપોઝિટર્સને પણ સરકારની તરફથી સુરક્ષા મળેલી છે.
મળતી વિગતો પ્રમાણે ફેબ્રુઆરીમાં જ જે સક્્ર્યુલર જાહેર કર્યો હતો તેમાં કેપિટલ નોર્મ્સમાં ઢીલ દેવાની પરવાનગી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, “ અત્યાર સુધી કહેવું હતું કે બેંકોને વધારે કેપિટલ અલગ રાખવાની જરૂરિયાત છે કારણકે એસેટ રિકગ્નિશન નોર્મ્સ સખ્ત નથી. જા કે ૧૨ ફેબ્રુઆરીના તેના સક્્ર્યુલરથી આ સમસ્યા ખતમ થઈ ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ(આઈબીસી)થી બેડ લોનથી નિપટવા માટે એક મજબૂત વ્યવસ્થા પણ બની છે. ફેબ્રુઆરીમાં જે સક્્ર્યુલર જાહેર કર્યો છે તેમાં લોન રિપેમેન્ટમાં એક દિવસની મોડી ચૂકવણીને પણ બેડ લોન માનવાનો નિર્દેશ બેંકોને આપ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




