નિરવ મોદી કૌભાંડની અસર,પહેલા ક્વાર્ટરમાં પીએનબીને ૯૦૪ કરોડની ખોટ

0
10

ન્યુ દિલ્હી,તા.૭
દેશની બીજા નંબરની સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને જૂન ૨૦૧૮માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.૯૪૦ કરોડની કુલ ખોટ થઇ છે. આ વર્ષની શરૂઆતમાં પીએનબીમાં રૂ.૧૩,૫૦૦ કરોડના ફ્રોડનો પર્દાફાશ થયો હતો. તેના કારણે બેન્કને વધારે ફંડની જાગવાઇ કરવી પડી. પીએનબીને ખોટ થવાનું મુખ્ય કારણ આ છે.
બેન્કે એક નિવેદનમાં જણાવ્યું કે ૩૦ જૂને પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બેન્કને રૂ.૯૪૦ કરોડની કુલ ખોટ થઇ છે, જ્યારે અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.૩૪૩ કરોડ નફો થયો હતો.
જાકે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બેન્કની કુલ ઇન્કમ વધી છે. એટલે કે અગાઉના વર્ષના સમાન ગાળામાં ઇન્કમ રૂ.૧૪,૪૬૮.૧૪ કરોડ હતી તે વધીને રૂ.૧૫,૦૭૨ કરોડ થઇ છે. જ્યારે ગ્રોસ એડવાન્સની સરખામણીમાં ગ્રોસ નોન-પરફો‹મગ એસેટ (એનપીએ) ૧૮.૨૬ ટકા વધવાની સાથે પીએનબીની બેડ એસેટ્‌સમાં ઘટાડો નોંધાયો છે.
પીએનબીને જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં મોટો ફટકો પડ્યો હતો. આ ગાળા દરમિયાન પીએનબીને સ્ટેન્ડએલોન બેઝિસ પર રૂ.૧૩,૪૧૭ કરોડની ખોટ થઇ હતી, જે કોઇ પણ સ્થાનિક બેન્કને થયેલી અત્યાર સુધીની સૌથી વધુ ખોટ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY