જંગી રકમનો માલ બારોબાર બીજાને વેચી દેવાતા પોલીસ ફરિયાદ
સુરત, તા. ૦૭
રૂ.૧૪.૭૩ લાખની કિંમતની સાડી ફિનીસીંગ કરવા માટે લઈ જઈ પરત નહીં આપનાર સામે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભટાર રોડ આશીર્વાદ પેલેસમાં રહેતા વેપારી રાજકુમાર જુમરલાલ મુદડા પાસેથી આરોપી મોહસીન ખાન પણ ઉલ્લાખાન (રહે. મીઠી ખાડી લીંબાયત) એ રૂ. ૧૪,૭૩,૫૦૦ની કિંમતની સાડી ફિનીસીંગ કરવા માટે લઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ સાડી પરત નહીં કામ બંધ કરી નાસી ગયા હતાં.
બનાવ અંગે રાજકુર જુમરલાલની સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી પો.સ.ઈ. એચ.એન. અંજરામે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



