ઉધનામાં ભાડૂઆત તરીકે રહેતા યુવકની હથિયાર વડે ઘાતકી હત્યા

0
26

સુરત, તા. ૧૭
ઉધના બીઆરસી ઠાકોરનગરમાં રહેતા એક યુવાનની ભાડૂઆતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ગળે ફાંસો આપી હત્યા કરી હોવાની ચકચારિત ઘટના ઉધના પોલીસ મથકે નોîધાઈ હતી.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના બીઆરસી ઠાકોર નગરમાં રહેતા સંજયસિંગ રામમુરતસિંહ રાજપૂતે આરોપી શકદાર નંદલાલ સીયારામ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નો઼ધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના મકાનમાં ભાડૂઆત તરીકે રહેતો નંદલાલ સીયારામ પ્રજાપતિના ભાડાના રૂમમાં કાકાનો દીકરો પિતરાઈ ભાઈ વિક્રમ ગુલાબચંદ્ર પ્રજાપતિ (ઉ.વ. ૨૨) અઠવાડિયા અગાઉ રહેવા આવ્યો હતો. જેનું શકદાર નંદલાલે અગમનિયકરણસર તિક્ષ્ણ હથિયારના આઠેક જેટલા ઘા ઝીંકી ગળાના ભાગે કપડા વડે ફાંસો આપી ઘાતકી હત્યા કરી હતી. ઉધના પોલીસે હત્યાનો ગુનો નોધી પો.ઈ. એ.પી. પરમારે તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY