ગોંડલ,
તા.૨૩/૦૩/૨૦૧૮
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માત માટે દિવસેને દિવસે કુખ્યાત બનતો જાય છે. ત્યારે શુક્રવારના રોજ વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી હતી. બસે બાઇક સવાર પ્રૌઢને અડફેટે લેતા બસના તોતિંગ વ્હલ તેના માથા પર ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ભોજપરા ગામના પાટિયા પાસે આજે સવારના સુમારે જીજે ૪ એટી ૫૫૫૪ નંબરની બસે મોટર સાયકલ જીજે ૩ એફએસ ૫૯૮૨ને અડફેટે લેતા ચાલક બિલીયાળા ગામના નાગજીભાઈ મોહનભાઈ ડોબરિયા(ઉ.૬૩)ના માથા પરથી બસના વ્હલ ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગેની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"