બોટાદની યુવતી પર હુમલા પ્રકરણમાં પ્રેમીની અટકાયત બાદ ભાંડો ફૂટ્યો

0
270

બોટાદ,
તા.૨૩/૦૩/૨૦૧૮

યુવતીએ પ્રેમ-પ્રકરણને છૂપાવવા માટે તરકટ રચ્યું હતું : પોલીસ

બોટાદની યુવતી પર હુમલા પ્રકરણમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસ તપાસ બાદ માલુમ પડ્યું છે કે યુવતીએ પ્રેમ-પ્રકરણને છૂપાવવા માટે તરકટ રચ્યું હતું. ગુરુવારે મીડિયામાં સમાચાર વહેતા થયા હતા કે ગઢડાની યુવતીનું અપહરણ કરવામાં આવ્યા બાદ તેનો કાન, હાથનો અંગૂઠો કાપી નાખવામાં આવ્યો હતો તેમજ તેના વાળ ખેંચી લેવામાં આવ્યા હતા. બાદમાં તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.

શુક્રવારે વહેલી સવારે ગઢડા પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસને ઘટનાસ્થળેથી લોહીના ડાઘ તેમજ ડ્રીલ મશીનમાંથી યુવતીના વાળ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રીલ મશીનમાં યુવતીના વાળ ફસાઈ જવાને કારણે તેને ઈજા પહોંચી હતી, જેમાં યુવતીના વાળ મૂળમાંથી ઉખડી ગયા હતા તેમજ તેના શરીરના અંગો કપાયા હતા. પોલીસ તપાસ પ્રમાણે રિનોવેશન કરવામાં આવેલી રહેલા કૂવામાં આ યુગલ બેઠું હતું.

દલિત નેતા તેમજ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શુક્રવારે સવારે વીએસ હોસ્પટલ ખાતે પીડિત યુવતીની મુલાકાત લીધી હતી. મેવાણીએ ઘટનાની ન્યાયિક તપાસની માંગણી કરી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયા પણ વીએસ હોસ્પટલ પહોંચ્યા હતા. તેમણે પણ આ કેસમાં નિષ્પક્ષ તપાસની માંગણી કરી હતી.

ગુરુવારે મીડિયામાં પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યા હતા કે બુધવાર, ૨૧ માર્ચના રોજ સવારે ૧૧ વાગ્યે બોટાદમાંથી એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ધોળા દિવસે દલિત યુવતીનું અપહરણ કરી તેના વાળ, કાન અને હાથનો અંગૂઠો કાપી તેને ફેંકી દેવામાં આવી હતી. બીજી તરફ પોલીસનું કહેવું હતું કે, તેણી તેના પ્રેમીને મળવા ગઈ હતી જ્યાં કૂવા પાસે એક મશીનમાં તેના વાળ ફસાઈ જવાને કારણે કાન અને અંગુઠો કપાઈ ગયા હતા. સામા પક્ષે પરિવારના સભ્યોનું કહેવું હતું કે, એક તરફી પ્રેમમાં પાગલ કોઈ છોકરાએ તેની આ હાલત કરી છે. જયારે છોકરીનો ભાઈ-માતા એવું માને છે કે તેની ઉપર લૂંટના ઇરાદે અત્યાચાર થયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY