શ્રદ્ધા કપૂર-શાહિદ કપૂરે ફિલ્મ બત્તી ગુલનું શૂટિંગ પૂર્ણ કર્યું

0
43

મુંબઈ,તા.૧૪
ટોચની કલાકાર જાડી શ્રદ્ધા કપૂર અને શાહિદ કપૂરે પોતાની આગામી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુના શૂટિંગની પૂર્ણાહુતિ કરી હોવાની જાણકારી મળી હતી.
અગાઉ આ બંનેએ વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદર સાથે કરી હતી એટલે બંને વચ્ચે સારો મનમેળ હતો. બત્તી ગુલ મીટર ચાલુમાં રોલ કરવા માટે શ્રદ્ધાએ થોડો સમય પોતાની બાહુબલિ ફેમ પ્રભાસ સાથેની ફિલ્મ સાહો અને સાઇના નેહવાલની બાયો-ફિલ્મના કામમાંથી રજા લીધી હતી. જો કે એને લઇને એવી અફવા પણ ફેલાઇ હતી કે શ્રદ્ધાની છેલ્લી કેટલીક ફિલ્મો પીટાઇ ગઇ હોવાથી સાઇના નેહવાલની બાયો-ફિલ્મના સર્જકો એને પડતી મૂકવા માગે છે.
બત્તી ગુલ મીટર ચાલુ ટોયલેટ એક પ્રેમકથાના ડાયરેક્ટર શ્રી નારાયણ સિંઘની સામાજિક ઉદ્દેશલક્ષી ફિલ્મ છે. ઉત્તર ભારતમાં બેફામ થતી વીજચોરીની કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. ફિલ્મની પૂર્ણાહુતિ રૃપે આ બંનેએ હાર્ડ હાર્ડ જેવા શબ્દો ધરાવતા ગીત પરડાન્સ કર્યો હતો એવી જાણકારી પણ મળી હતી. આ ગીત મીકા સિંઘે ગાયું છે અને એમાં પ્યાર કા પંચનામ તથા ટોયલેટ એેક પ્રેમકથા ફેમ અભિનેતા દિવ્યેન્દુ શર્મા પણ નજરે પડશે. આ ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યે કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY