બાયડ,તા.૨૮
કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આવામાં બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહે ઝાલાએ જાહેરાત કરી છે કે, મને કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે તો પણ હું ચૂંટણી નહીં લડું.
બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું નામ સાબરાકાંઠા લોકસભા બેઠક પરથી ચર્ચાઇ રહ્યું હતું. માનવામાં આવતું હતું કે કોંગ્રેસ આ બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી શકે છે. પરંતુ તેમણે પોતે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે લખ્યું છે કે, ‘મારે સાંસદની ટિકિટ જોઇતી પણ નથી, આપે તો લડવી પણ નથી.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



