‘અર્જુન પતિયાલા’ની રિલિઝ લંબાઇ, જુલાઇમાં રજૂ થશે

0
4

મુંબઈ,તા.૨૮
પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝ અને અભિનેત્રી કૃતિ સેનનને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ અર્જુન પતિયાલાની રિલિઝ ડેટ લંબાઇ ગઇ હોવાની માહિતી મળી હતી.
આ ફિલ્મ અગાઉ જાહેર થયા મુજબ ચાલુ વર્ષના મે માસમાં રજૂ થવાની હતી. પરંતુ હવે જુલાઇમાં રજૂ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મના સર્જકો ભૂષણ કુમાર અને દિનેશ વીજને ટ્‌વીટર પર આ વિગત પ્રગટ કરી હતી. જો કે વિલંબ થવાનું કારણ જણાવવામાં આવ્યું નથી.
ભૂષણ કુમારે ટ્‌વીટર પર લખ્યું હતું ક અમારી અર્જુન પતિયાલા ફિલ્મ હવે જુલાઇની ૧૯મીએ રજૂ થશે. આ ફિલ્મને લાફ રાયટ એટલે કે હાસ્યના હુલ્લડ તરીકે ઓળખાવાઇ છે. ભૂષણે અન્ય કલાકારોનાં નામો અને વિગતો પણ રજૂ કર્યા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY