ન્યુ દિલ્હી,તા.૨૧
પ્રથમ વખત ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લઈ રહેલી પુડ્ડુચેરીની ટીમને બીસીસીઆઈએ જારદાર ઝાટકો આપ્યો છે. ખરેખર, ગુરૂવારે બીસીસીઆઈએ પાત્રતા સંબંધી માપદંડોનું ઉલ્લંઘન કરવા માટે પુડ્ડુચેરીના ૮ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે જે ખેલાડીઓનું રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું છે, તેમાં તે ખેલાડી સામેલ છે, જે વિજય હજારે ટ્રોફી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યાં છે.
એવામાં ટુર્નામેન્ટમાં પુડ્ડુચેરીના અભિયાનને મોટો ઝાટકો લાગ્યો છે. બીસીસીઆઈને પુડ્ડુચેરીના કેટલાંક ખેલાડીઓ દ્વારા રાજ્ય તરફથી રમવા માટે નકલી પ્રમાણપત્ર, એડ્રેસ અને રોજગાર પ્રમાણપત્ર મળ્યાની ફરિયાદ મળી હતી. બીસીસીઆઈએ ક્રિકેટ સંચાલન મહાપ્રબંધક સબા કરીમે એક પત્ર લખી બોર્ડને આ અંગે સૂચના આપી છે.
પોતાના પત્રમાં સબા કરીમે જણાવ્યું છે કે પુડ્ડુચેરીના ૮ ખેલાડીઓએ પોતાના નિયોક્તાનું પ્રમાણપત્ર અને શિક્ષણના પુરાવા રજૂ કર્યા છે, જે એક મહિના જૂના પણ છે. એક ખેલાડીએ જે આધારકાર્ડ આપ્યું છે, તે ૨૭ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ જાહેર કર્યુ હતું. ફરિયાદ બાદ બીસીસીઆઈએ આ ૮ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. પીટીઆઈની એક ખબર મુજબ, જે ખેલાડીઓનું રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યુ છે, તેમાં એસટી જેવિયર, નિખિલેશ સુરેન્દ્રન, ઈકલાસ એન, અબ્દુલ સફાર વીએસ, યશ જાધવ, સાગર ત્રિવેદી, રાજીવ અને શશાંક સિંહનું નામ સામેલ છે. સબા કરીમે પોતાના પત્રમાં સ્પષ્ટ કરેલા નિયમો અનુસાર, જે પણ ખેલાડી ઓગષ્ટ, ૨૦૧૮થી પુડ્ડુચેરીમાં નિવાસ કરી રહ્યો છે અથવા અભ્યાસ કરી રહ્યો છે. તે પુડ્ડુચેરી તરફથી રમવાને પાત્ર થશે નર્હીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



