કામ મળવાનુ બંધ થઈ જવાના ભયે પ્રેગ્નેન્સી વિષે પહેલા ન જણાવ્યું : નેહા ધૂપિયા

0
6

મુંબઈ,તા.૨૧
તાજેતરમાં જ નેહા ધૂપિયા અને અંગદ બેદીએ ખુલાસો કર્યો હતો કે તેમના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાવાનું છે. નેહાના પ્રેગનેન્ટ હોવાની ચર્ચા તેના લગ્ન સમયથી થઇ રહી છે. ચર્ચા થઇ રહી હતી કે નેહા લગ્ન પહેલાં જ ગર્ભવતી હતી તેથી તેણે ઉતાવળમાં અંગદ સાથે લગ્ન કરી લીધાં.
૧૦મેના રોજ નેહા અને અંગદે દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતાં. લગ્નની તસવીરો સામે આવતાં સૌકોઇ આશ્વર્યમાં મુકાઇ ગયાં હતાં. હવે ૬ મહિના બાદ અંગદ અને નેહાએ પ્રેગનેન્સીની ખબર શેર કરી હતી. સાથે જ ખુલાસો પણ કર્યો કે આટલા સમય સુધી પ્રેગનેન્સીની ખબર કેમ છુપાવી રાખી હતી.
એક ઇન્ટરવ્યુમાં નેહાએ જણાવ્યું કે, મને ભય હતો કે હું મારી પ્રેગનેન્સી વિશે પહેલાં જણાવી દઇશ તો મને કામ મળવાનું બંધ થઇ જશે. સારુ થયું કે ૬ મહિના સુધી મારુ બેબી બમ્પ દેખાતું ન હતું. ઇન્ડસ્ટ્રીમાં લોકો એવું વિચારવા લાગે છે કે પ્રેગનેન્ટ થયાં બાદ અમે કામ ન કરી શકીએ. જ્યારે હું કામ માટે હંમેશા તૈયાર રહું છું. અંગદ વિશે નેહાએ જણાવ્યું કે. તે દુનિયાનો શ્રેષ્ઠ પિતા હશે. પરંતુ મને ડર છે કે જ્યારે બેબી અને અંગદ મળશે તો મારું શું થશે.
મેટરનીટી લીવ અંગે નેહાએ જણાવ્યું કે, હું તે મહિલાઓની વિરુદ્ધ નથી જે આ સમયે રજા લઇને ઘરે બેસે છે. આ મારી ચોઇસ છે કે હું ઘરે બેસવા નથી માંગતી. પ્રેગનેન્સીમાં મહિલાઓને કામ કરતી જાવી મને પસંદ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY