મુંબઈ,તા.૨૧
મોખરાના અભિનેતા શાહિદ કપૂરના ઓરમાન ભાઇ અને તાજેતરની હિટ ફિલ્મ ધડકમાં ચમકેલા ઇશાન ખટ્ટરે અનુરાગ બસુની લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલ નકારી કાઢી હોવાની જાણકારી મળી હતી.
આ ફિલ્મ માટે અભિષેક બચ્ચન અને રાજકુમાર રાવ સાઇન થઇ ચુકવીયા છે. અત્યાર અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ ફિલ્મ નકારી હતી. હવે ઇશાન ખટ્ટરે પણ આ સિક્વલ કરવાની ના પાડી હોવાનું કહેવાય છે.
ઇશાન અને જાન્હવી બંને મોખરાના ફિલ્મ સર્જક કરણ જાહરનાં માનસ સંતાનો જેવાં છે. પોતે જેને પહેલી તક આપી હોય એવા કલાકારોને ગમે તેની ફિલ્મ લેવા દેતો નથી એવી છાપ બોલિવૂડમાં પ્રવર્તે છે.
બસુના પ્રવક્તાએ કહ્યું કે ઇશાનને ખરેખર રસપ્રદ પાત્ર આપવાની આૅફર કરવામાં આવી હતી પરંતુ એણે ના પાડી હતી. ઇશાને કારકિર્દીનો આરંભ ઇરાની ફિલ્મ સર્જક માજિદ મજીદીની બિયોન્ડ ધ ક્લાઉડ્સ ફિલ્મથી કર્યો હતો. પરંતુ એેને ખરો યશ મળ્યો કરણ જાહરની ફિલ્મ ધડકથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




