JK : પીડીપીની થિંક ટેંક ગણાતા હસીબ દ્રાબુએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ

0
5

ભાજપ-પીડીપી ગઠબંધન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી
શ્રીનગર,તા.૭
જમ્મુ કાશ્મીરમાં પીડીપી માટે થિંક ટેંક ગણાતા હસીબ દ્રાબુએ પીડીપીમાંથી રાજીનામું આપ્યુ છે. હસીબ દ્રાબુએ રાજનેતા છે જેમણે ૨૦૧૫માં જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીપીડીના ગઠબંધન માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી. દ્રાબુને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીની સૌથી નજીકના વ્યક્તિ ગણવામાં આવતા હતા.
તેઓ પીડીપી અને ભાજપની ગઠબંધીત સરકારમાં નાણા પ્રધાન હતા. દ્રાબુએ છ મહિના પહેલા જમ્મુ કાશ્મીરન સમસ્યાને એક સામાજિક મુદો ગણાવ્યો હતો. આ પ્રકારના નિવેદન બાદ મહેબુહા મુફ્તી દ્રાબુને મંત્રીમંડળમાંથી સસ્પેન્ડ કર્યા હતા. દ્રાબુને સસ્પેન્ડ કરવામાં આવતા તેઓ પીડીપીના શીર્ષ નેતૃત્વથી નારાજ હતા. અંતે તેમણે પીડીપીને અલવિદા પણ કહી દીધુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY