બે વર્ષમાં ૮૪ કરોડનું અનાજ કાળાબજારમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું

0
252

સુરત,
તા.૧૪/૦૩/૨૦૧૮

૨.૫૦ લાખ લોકોના નામે નોંધાયેલા ૫૧૮૮૧ જેટલા રેશનકાર્ડ રદ

સુરત શહેરમાં સાંસદ, ધારાસભ્ય, સમાજના અગ્રણીઓ તેમજ માલેતુજારોના નામે રેશનકાર્ડ પર સરકારી અનાજ લઇ બારોબાર વેચી મારવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યા બાદ જિલ્લા પુરવઠા અધિકારીએ આદરેલી ઝુંબેશમાં શહેરના ૨.૫૦ લાખ લોકોના નામે નોંધાયેલા ૫૧૮૮૧ જેટલા રેશનકાર્ડ રદ કરી દઇ સપાટો બોલાવી દીધો છે. મહિને રૃ.૩.૫૦ કરોડનું અનાજ આ રીતે કાળાબજારીઓ ખાઇ જતા હતા. રેશનકાર્ડ ધારકોના નામ જાકે ચાલુ રહેશે, અનાજ નહી લઇ શકાયઃ ૨.૫૦ લોકોના નામે તેમની જાણ બહાર અનાજ લેવાતું હતું સુરત શહેરમાં જયારે નેશનલ ફુડ સિકયુરીટી એકટ (એનએફએસએ) હેઠળ રેશનકાર્ડ ની નોંધણી થતી હતી.ત્યારે શહેરના વ્યાજભી ભાવના દુકાનદારોની મિલિભગતમાં સાંસદો, ધારાસભ્યો, માલેતુજારો, ડોકટરો સહિત સમાજના અગ્રણીઓના નામ એનએફએસએ હેઠળ રેશનકાર્ડની નોંધણી કરાવીને તેમના ફીંગર પ્રિન્ટના ડેટા હેક કરીને દર મહિને કુપનો કાઢીને સરકારી અનાજ લેવાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

ત્યારબાદ જિલ્લા કલેકટરે પુરવઠા અધિકારી આર.ટી.ઝાલાને આવા રેશનકાર્ડ રદ કરાવવાની ઝુંબેશ ઉપાડવા સુચના આપી હતી. પુરવઠા વિભાગે તે અંતર્ગત ઘરે-ઘરે તપાસ કરીને આવા રેશનકાર્ડ શોધી તેને નોન-એનએફએસએમાં તબ્દીલ કરવા સુચના આપી હતી. જેને પગલે પુરવઠા ઝોનની ૧૦ કચેરીમાં શરુ થયેલી કામગીરીમાં બે મહિનાની ઝુંબેશમાં ઝોનલ કચેરીએ આવા ૫૧,૮૮૧ રેશનકાર્ડ શોધી કાઢી તેને નોન-એનએફએસએમાં તબ્દીલ કરી દીધા છે. હાલમાં લિંબાયત ઝોનમાં સૌથી વધુ ૩૨૯૦૮ રેશનકાર્ડ નોનએનએફએસએમાં બદલ્યા છે. જયારે સૌથી ઓછા અમરોલી ઝોનમાં ૯૭૦૭ તબદીલ કરાયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY