સુરત,
તા.૧૪/૦૩/૨૦૧૮
કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતી સાથે ડુમસ ગયેલા ઉધનાના યુવાનને પોલીસ તરીકે ઓળક આપી ધાકધમકી આપી બંનેના મોબાઇલ ફોન અને રોકડ બળજબરીથી પડાવી કારમાં ભાગી છુટેલા અલથાણના ફ્રેન્ડ ઓફ પોલીસ અને ઉગત રોડની મહિલા અને તેની બે પુત્રીને પોલીસે છટકું ગોઠવી ઝડપી લીધા હતા. આ ટોળકીએ ડુમસ ઉપરાંત અડાજણમાં ગૌરવપથ ઉપર ૨૦થી વધ) યુવક-યુવતિઓને શિકાર બનાવ્યા છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના વિસ્તારમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો ૨૦ વર્ષીય નિર્ભય (નામ બદલ્યું છે) . કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતિ સાથે કામ અર્થે ડુમસ ગયો હતો. ગોલ્ડન બ્રીજ સામે તેઓ ૭-૨૦ કલાકે એકટીવા ઉપર પસાર થતાં હતા ત્યારે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યાએ પોલીસ જેવી લાકડી બતાવી બંનેને અટકાવ્યા હતા. બાદમાં તે નજીકમાં પાર્ક કરેલી એક કાર પાસે તેમને લઇ ગયો હતો. કારમાં ઉંમરલાયક મહિલા, એક યુવતિ હતા. મહિલાએ પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી રાત્રે અહીં કેમ ફરો છો તેમ કહી દબડાવ્યા હતા. બાદમાં યુવાને નિર્ભય પાસેથી મોબાઇલ ફોન અને રોકડા રૃ.. ૨૧૫૦, આધારકાર્ડ- ક્રેડીટ કાર્ડ સાથેનું પાકીટ કઢાવી લીધું હતું બાદમાં પોલીસ સાથે મળી તેમણે રૃ. ૫૦૦૦ આપવા તેમને બોલાવતા યુવાને સોસીયો સર્કલ પાસે મળવા કહ્યું હતું. નિર્ભય ત્યાં પહોંચ્યો ત્યારે કારમાંથી ડુમસ ખાતે જે યુવતિ પોલીસ અધિકારીની ઓળખ આપી મળી હતી તે પૈસા લેવા આવતા ત્યાં હાજર ખટોદરા પોલીસે તેને ઝડપી લીધી હતી.
પોલીસ તરીકે અટકાવનાર યુવાનની ઓળખ દિક્ષીત સુરેશભાઇ ઠક્કર (ઉ.વ. ૨૫, રહે. બી-૩૦૧, શ્યામ કોમ્પલેક્ષ, અલથાણ રોડ, ભટાર, સુરત) તરીકે થઇ હતી. મોજશોખ પુરો કરવા પીંકી, તેની માતાએ દિક્ષિત સાથે મળી ડુમસ અને અડાજણનાં ગૌરવપથ ઉપર એકલદોકલ યુવક- યુવતિઓને પોલીસના સ્વાંગમાં ધાકધમકી આપી ૨૦થી વધુ લોકોને શિકાર બનાવ્યા હોવાની મિશેલે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. વધુ તપાસ ડુમસ પોલીસ મથકના પીએસઆઇ એમ.જી. રાઠોડ કરી રહ્યાં છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"