મુંબઈ,તા.૨૮
અભિનેતા ફિલ્મ સર્જક ઇમરાન હાશમીની આગામી ફિલ્મ ચીટ ઇન્ડિયા આવતા વર્ષના પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ૨૫મી જાન્યુઆરીએ રજૂ થશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
આ ફિલ્મમાં આધુનિક શિક્ષણ પદ્ધતિની વાત કરવામાં આવી છે. એનું ડાયરેક્શન સૌમિક સેને કર્યુ છે. સૌમિકે કહ્યું કે આ ફિલ્મમાં કથા મહત્વની છે. આ એક કન્ટેન્ટ બેઝ્ડ ફિલ્મ છે. એમાં કલાકારો કરતાં કથા વધુ બળકટ છે.
જા કે આ ફિલ્મને કટ્ટર હરીફાઇ નડવાની પૂરી શક્્યતા છે કારણ કે આવતા વર્ષના પ્રજાસત્તાક દિને સાઉથના મેગાસ્ટાર રજનીકાંત અને બોલિવૂડના અક્ષય કુમારને ચમકાવતી ફિલ્મ ૨.૦ અને રિતિક રોશનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સુપર ૩૦ પણ તે દિવસે રિલિઝ થઇ રહી છે.
એ અંગે ધ્યાન ખેંચતાં ઇમરાને સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જા કે એણે કહ્યું હતું કે ફિલ્મની બોક્સ આૅફિસની આવક ફિલ્મની સફળતાનો માપદંડ નથી. ૧૦૦ કરોડ નહીં કમાનારી ફિલ્મો પણ સફળ ગણાય છે એટલે મને સ્પર્ધાની ચિંતા નથી. મારી ફિલ્મની સ્ટોરી અને એની માવજત સારી હશે તો લોકો જાવાના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




