બેગૂસરાય,તા.૨
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે પોતાની જ સરકાર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપના નેતા ગિરિરાજ સિંહે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તેઓ આતંકીઓનું સમર્થન કરે છે અને તેમણે લશ્કરને પણ ગાળ આપી હતી.
ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, આ આજનું નથી જ્યારથી મોદીજીની સરકાર બની છે ત્યારથી તેઓ આતંકવાદીઓનું સમર્થન કરતા આવ્યા છે. લશ્કરને ગાળ આપી. પહેલા સમગ્ર દેશમાં વિસ્ફોટ થતા હતા પરંતુ હવે કાશ્મીરના ત્રણ જિલ્લામાં વિસ્ફોટ થાય છે.
ગિરિરાજ સિંહે અગાઉ મુસ્લિમો અંગે વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો દેશના મુસ્લિમોને કબર માટે જગ્યા જોઇએ તો તેમણે આ દેશમાં વંદેમાતરમ ગાવું પડશે અને ભારત માતની જય પણ કહેવું પડશે. ગિરિરાજ સિંહના આ નિવેદન અંગે ચૂંટણી પંચે લાલ આંખ કરી તેમને નોટિસ ફટકારી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




