બેઇજિંગ,તા.૯
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ચીને પલટવાર કર્યો છે. ચીનના પલટવાર પછી હવે બંન્ને દેશો વચ્ચે ટ્રેડ વોર વધવાની લગભગ નક્કી છે. ટ્રમ્પે ચીનને ૨૦૦ અબજ ડોલરના ચીની સામાનની આયાત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી. હવે ચીને પણ જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તમને જણાવી દઈએ કે, બંન્ને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધોમાં તણાવ ખત્મ કરવા માટે આયોજિત થનારી ૧૧મી મહત્વની બેઠક એક બે દિવસમાં યોજાય તેવી સંભાવના છે. વિશ્વભરની નજર આ બેઠક પર રહેલી છે.
ચીનના નાયબવડાપ્રધાન લિયુ હે અને અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટાઈઝર અને અમેરિકાના નાણાંપ્રધાન સ્ટીવ મેનુચિન વચ્ચે વોશિગ્ટનમાં ૯-૧૦ મેના રોજ ચર્ચા થશે. આ ચર્ચા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, ચીનના ૨૦૦ અબજ ડોલરની કિંમતોના ઉત્પાદનો પર ટેરિફ ૧૦ ટકા વધારીને ૨૫ ટકા કરી દેશે.
ચીનના વાણિજ્ય મંત્રાલયએ અમેરિકાના આ પગલા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યુકે, જો આવુ થશે તો તે પણ જવાબી પગલા ભરશે. મંત્રાલયે કહ્યુ કે, ચીન આ મુદ્દે દુઃખ વ્યક્ત કરે છે અને અમેરિકાના ટેરિફ વધારા સંબંધી પગલા ભરવા બાદ તે પણ જવાબી કાર્યવાહી કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




