મોહનસિન રાજાએ પ્રિયંકાની સરખામણી સાયબેરિયન પક્ષી સાથે કરી

0
23

પ્રિયંકા બાબરના નિશાન શોધવા જઇ રહી છે અયોધ્યાઃ યૂપી મંત્રી
લખનઉ,તા.૨૫
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સતત લોકસભા ચૂંટણી ૨૦૧૯ પ્રચાર પર ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી મોહસિન રાજાએ વિવાદિત ટિપ્પણી કરી છે. મોહસિન રાજાએ પ્રિયંકાની સરખામણી સાયબેરિયન પક્ષી સાથે કરી છે. પ્રિયંકા ગાંધીના અયોધ્યા પ્રવાસ પર મોહસિન રાજાએ કહ્યું કે, તે સાયબેરિયન પક્ષી છે. પિકનિક કરવી તેમનું કામ છે. તેમને બાબરની યાદ આવી ગઇ હશે, એટલા માટે અયોધ્યા જવાના છે.
મોહસિને કહ્યું કે, અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે. શ્રીરામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનાર અયોધ્યામાં શું તપાસ કરવા જઇ રહ્યાં છે. લાગે છે કે, પ્રિયંકા અયોધ્યામાં કદાચ બાબરના નિશાન શોધવા દઇ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY