સરકારી મુક-બધિર શાળામાં જૂનથી શાળાપ્રવેશ

0
15

જુનાગઢ,તા.૯
સમાજસુરક્ષા, ગુજરાત રાજય ગાંધીનગર સંચાલિત, સરકારી બહેરા મૂંગા શાળાએ જૂનાગઢ જિલ્લામાં આવેલી એકમાત્ર બધિરોના શિક્ષણ માટેની નિવાસી શાળા છે. જેમાં પ્રાથમિક ધો ૧થી૯ સુધીના બહેરા મૂંગા બાળકોને શિક્ષણની સાથે સિવણકામ અને ચિત્રકામ વગેરે જેવા ઉધોગોની તાલીમ પણ આપવામાં આવે છે.
અહીં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા બાળકોને વિનામૂલ્યે રહેવા, જમવા , શિક્ષણની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત બધિર બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે સંસ્થા ખાતે સરકારી બસની સુવિધા છે.
ધો ૧માં પ્રવેશ ઈચ્છતું બાળક મૂંગુ હોવું જોઈએ. તથા ઉમર ૬ થી ૧૦ વર્ષ સુધીની હોવી જરૂરી છે. પ્રવેશની કામગીરી જૂન ૨૦૧૯ થી ચાલુ થનાર હોય રૂબરૂ મુલાકાત સવારે ૧૦ થી ૬ સુધી તથા વધુ માહિતી માટે સંપર્ક (૦૨૮૫) ૨૬૨૯૦૨૮ પર કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ગુજરાત રાજય ગાંધીનગર હસ્તકના અનૂસુચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજય સંચાલિત આદર્શ નિવાસી શાળા અનુસૂચિત જાતિ (કુમાર) જૂનાગઢ જિલ્લાના કેશોદ માંગરોળ રોડ, કેવદ્રા પાટીયા ખાતે કાર્યરત છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY