પ્રેમ-બ્રેમ કરવાનો સમય જ ક્યાં છે? : ભૂમિ પેડણેકર

0
12

મુંબઈ,તા.૧૭
એ લિસ્ટની ગણાતી થયેલી અભિનેત્રી ભૂમિ પેડણેકરે કહ્યુ હતું કે અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન મારી કારકિર્દી પર છે. અહીં પ્રેમ બ્રેમ કરવાનો સમય જ ક્યાં છે?
દમ લગા કે હૈશા, શુભ મંગલ સાવધાન અને ટોયલેટ એક પ્રેમકથા જેવી પરંપરાથી અલગ ફિલ્મો કરનારી ભૂમિએ કહ્યુ, ‘હું જાણે કરીને પ્રચાર પ્રસિદ્ધિ મેળવવા નથી કહેતી પરંતુ અત્યારે હું મારી કારકિર્દીને પરણી ચૂકી છું. મારી પાસે પ્રેમ બ્રેમ કરવા જેટલો સમય નથી. કારકિર્દી સ્ટેડી હોય ત્યારે બીજી બાજુ નજર કરવાથી કારકિર્દીને માઠી અસર થતી હોય છે.
અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન મારી કારકિર્દી પર કેન્દ્રીત છે. બીજી બાજુ જાવાનો મારી પાસે હાલ સમય જ નથી. ફિલ્મ સર્જક હોમી અડજાણિયાની પત્ની અનૈતા શ્રોફ અડજાણિયાના ચેટ શોમાં બોલતાં ભૂમિએ કહ્યુ, મારા અંગત જીવનમાં અત્યારે કોઇ નથી કારણ કે અત્યારે હું મારા કામને વરેલી છું. અત્યારે પ્રેમ કરવાનો સમય નથી.
કારકિર્દી જમાવવાનો સમય છે. લસ્ટ સ્ટોરીઝ ફિલ્મ કરી એ પણ મારી કારકિર્દીનો એક હિસ્સો હતી. એેને મારા અંગત જીવન સાથે કશી લેવાદેવા નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY