કેન્સરગ્રસ્ત પત્ની માટે આયુષ્યમાને રાખ્યું કરવા ચોથનું વ્રત

0
7

મુંબઈ,તા.૨૭
બોલીવુડ એક્ટર આયુષ્યમાન ખુરાનાએ પત્ની તાહિરા કશ્યપ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું છે. તાહિરાનાં રાઇટ બ્રેસ્ટમાં કેન્સરની કોશિકાઓ વિકસિત થતી જાવા મળી હતી, જેનાં કારણે તે આયુષ્યમાન માટે વ્રત નથી રાખી શકી. આયુષ્યમાને શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની હથેળીની તસવીર શેર કરી છે જેમાં તેણે હિંદીમાં તાહિરાનું નામ લખ્યું છે.
તસવીર શેર કરતા આયુષ્યમાને લખ્યું, ‘તે આ વખતે વ્રત નથી રાખી શકી, પરંતુ હું કરીશ. તેના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે કરવા ચોથ.’ તાહિરાએ ૨૨ સપ્ટેમ્બરનાં રોજ પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ‘વિકી ડોનર’ અને ‘દમ લગા કે હઇશા’ જેવી ફિલ્મોથી બોલીવુડમાં પોતાની ખાસ ઓળખ બનાવનારા અભિનેતા આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરાએ ૨૨ સપ્ટેમ્બરનાં રોજ પોતે બ્રેસ્ટ કેન્સરની શિકાર બની હોવાની જાણકારી આપી હતી. તાહિરાએ કહ્યું હતુ કે તેને બ્રેસ્ટ કેન્સર છે અને અત્યારે તે શરૂઆતનાં ચરણમાં છે.
તાહિરાએ પોસ્ટમાં લખ્યું હતુ કે, ‘મારી રાઇટ બ્રેસ્ટમાં ડીસીઆઈએસની ખબર પડી હતી. આ કેન્સરથી પહેલાનું સ્ટેજ છે. આ ફક્ત એક બ્રેસ્ટમાં હતુ.’ કેન્સરનાં શરૂઆતી ચરણને પૂર્ણ કરવા માટે તાહિરાએ મૈસ્ટેક્ટોમી કરાવી લીધી નથી. ઉલ્લેખનીય છે કે આયુષ્યમાનની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘અંધાધુન’ અને ‘બધાઈ હો’ બાક્સ આૅફિસ પર સારું પ્રદર્શન કર્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY